વેસ્ટ કચ્છ ભુજ જિલ્લાની ભાતીગળ સાંસ્કૃતિ છે અને કચ્છની પ્રજા શાંતિ પ્રિય છે. જુદી જુદી જ્ઞાતિની પ્રજા જુદી જુદી ભાષા બોલે છે. અને ભુજ શહેર તથા મુન્દ્દા શહેરમાં જુદાં-જુદાં રાજયોમાંથી જુદી જુદી જ્ઞાતિની લોકો ધંધાર્થે આવેલ છે. અને અહીં સ્થાયી થયેલ છે. તે પણ કચ્છની સ્થાનિક પ્રજા સાથે સુમેળભર્યુ વાતાવરણ નિર્માણ કરી શાંતિથી રહે છે.આમ, જુદી જુદી ભાષા, રહેણીકરણી, જુદા જુદા ધર્મોનું આચરણ હોવા છતાં કાયદો અને વ્યવસ્થાનું સંચાલન વેસ્ટ કચ્છ ભુજ પોલીસ સારી રીતે કરી રહી છે. જેમાં પ્રજાનો અન્ય ફાળો છે અને આ તકે હું પ્રજાને વિશ્વાસ આપવા માંગુ છું કે, કચ્છની પ્રજાની સેવા માટે કચ્છ પોલીસ રાત દિવસ તેમની અને મિલકતની સલામતી માટે ખડે પગે તત્પર છે અને રહેશે. પ્રજાની સલામતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની અમારી પ્રથમ અને પ્રાથમિક ફરજ છે. જે અમો નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ અને નિભાવીશું.
આ તકે પ્રજા પણ પોલીસને ગુનેગારો અંગેની માહિતી આપતા ખચકાય નહી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ભાવના માનસમાં રાખી માહિતીઓ આપે. માહિતી આપનારના નામ ખાનગી રાખવામાં આવે છે. અને મહત્વની માહિતીઓ આપનારને યોગ્ય ઈનામ પણ આપવામા આવે છે. જે પણ ખાનગી રાખવામાં આવે છે. જેથી પ્રજા પણ પોલીસને પુરતો સહકાર આપે એવી અપેક્ષા રાખું છું. "સેવા એજ ધર્મ" પોલીસનું સૂત્ર છે. જે સુત્રને પ્રજાના સહકારથી સાર્થક કરીશું.