કચ્છ જિલ્લામાં પોલીસ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસમાં આમૂલ અને અદ્દભુત કામગીરી થઈ છે. જેમાં જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીનું નવું મકાન બનાવી કન્ટ્રોલ રૂમ, પાસપોર્ટ અંગે આવતા ફોરેનર્સશ્રીઓને બેસવા માટેની સુવિધા અદ્યતન કન્ટ્રોલ રૂમની સુવિધા, કોન્ફરન્સ હોલ તેમ જ કચેરીમાં આવતા પ્રજાજનોને સંપૂર્ણ માહિતી મળી રહે તે અંગેની સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
૫શ્રિમ કચ્છ-ભુજ જિલ્લાના પોલીસ કન્ટ્રોલ રૂમ પોલીસ આઘુનિકરણથી કાર્યવાહી ચાલુમાં
પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા હેડ ક્વાર્ટર્સમાં વહીવટી કચેરી કાર્યરત કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં આવેલ રપ પોલીસ સ્ટેશનો પૈકી ભૂજ સિટી પો.સ્ટે., મુન્દ્રા મરીન, ખાવડા પો.સ્ટે., નખત્રાણા, ભચાઉ અને આદિપુર પોલીસ સ્ટેશનો નવાં બનાવી અદ્યતન સુવિધા સાથે કાર્યરત કરવામાં આવેલ છે.
કચ્છ જિલ્લામાં લોકફાળાથી ભદ્રેશ્વર આ.પો., ખારાધોડા, પદ્ધર, તુણા, સામાત્રા, લોડાઈ, રસલિયા તેમ જ માધાપર પોલીસ ચોકી, મીરઝાપર પોલીસ ચોકી, ગાંધીધામ ઓસ્લો ચોકી, આદિપુર બજાર ચોકી, નખત્રાણા એસ.ટી. ટ્રાફિક ચોકી અને પદ્ધર ખાતે બે સ્ટાફ કવાર્ટર્સ આ ઉપરાંત દેશલપર એઈડ પોસ્ટ પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવેલ છે.
તમામ પોલીસ સ્ટેશનોને જી.એસ.વાન કનેક્ટિવિટી દ્વારા પોલીસ અધીક્ષકશ્રીની કચેરી સાથે કરવામાં આવેલ છે. જેથી પોલીસની કામગીરીનું મોનિટરિંગ થઈ શકે.
|