પોલીસ અધિક્ષક, કચ્છ
http://www.spkutch.gujarat.gov.in

કલ્યાણકારી

6/18/2025 2:46:07 PM

 

  • તાજેતરમાં પોલીસ પરિવાર કલ્‍યાણના ભાગરુપે તા 29/8/2007 ના રોજ મહિલા સિવણ કેન્‍દ્ર, બાલ કિડાંગણ તથા જીમ્‍નેશીયમનું તેમજ તા 2/9/2007 ના રોજ પોલીસ પ્રોવીઝન સ્‍ટોર તથા ડીસ્‍પેન્‍શરીનું ઉદઘાટન માન઼ પોલીસ અઘિક્ષક શ્રી, કચ્‍છ-ભુજના હસ્‍તે ખુલ્‍લુ મુકવામાં આવેલ છે઼
  •  તાજેતરમાં પોલીસ પરિવાર કલ્‍યાણના ભાગરુપે તા 29/8/2007 ના રોજ મહિલા સિવણ કેન્‍દ્ર, બાલ કિડાંગણ તથા જીમ્‍નેશીયમનું તેમજ તા 2/9/2007 ના રોજ પોલીસ પ્રોવીઝન સ્‍ટોર તથા ડીસ્‍પેન્‍શરીનું ઉદઘાટન માન઼ પોલીસ અઘિક્ષક શ્રી, કચ્‍છ-ભુજના હસ્‍તે ખુલ્‍લુ મુકવામાં આવેલ છે઼
  •  જિલ્‍લા પોલીસ અધીક્ષક/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસૂલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ.10000/-નું ચુકવણુ તત્કાલ મરહૂમની વિધવા/બાળકોને ચુકવવામાં આવે છે
  •  પોલીસ અધિકારી/કર્મચારીઓને સ્વચ્છ અને સારી ગુણવત્તાવાળો ચા-પાણી, નાસ્તો મળી રહે તે માટે મુખ્ય મથક ખાતે પોલીસ કેન્ટીનનું આધુનિક સુવિધા તથા અઘતન ફર્નિચર સાથેની કેન્ટીનનું મકાન બનાવવામાં આવેલ છે.
  •  પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક આધુનિક સુવિધા સાથેનું બાળક્રીડાંગણ પોલીસ લાઈનમાં બનાવવામાં આવેલ છે.
  •  પોલીસ અધિકારી/ કર્મચારીઓ માટે પોલીસ લાઈનની વચ્ચે અનાજ દળવાની ધંટી ચાલુ કરવામાં આવેલ છે. જેના કારણે પોલીસ અધિકારી / કર્મચારીઓના કુટુંબને લાઈનની બહાર દૂરના સ્થળે અનાજ દળાવવા જવાની મુશ્કેલી દૂર થયેલ છે.
  •  નવા પોલીસ કોમ્‍યુનિટી હોલમાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓ માટે રહેવાની અઘતન વ્યવસ્થા સાથે ગેસ્ટ હાઉસ શરૂ કરવાની કાર્યવાહી ચાલુ છે.
  •  પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકોનાં લગ્ન પ્રસંગે સામાન્ય ભાડાથી કોમ્‍યુનિટી હોલ ભાડે આપવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તેમાં સુશોભિત ચોરી, ફુવારા, શોફા વિગેરે સગવડ ઊભી કરવામાં આવેલ છે.
  •  પો.હેડ કવા. કચ્છના પોલીસ અધિકારી તથા કર્મચારીઓના ફેમિલી તથા બાળકો માટે વેલ્ફેર અંતર્ગત શિવણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિના મૂલ્યે શિવણના વર્ગો શરૂ કરવામાં આવેલ છે.
  •  પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે પો.હેડ કવા. ખાતે વેલ્‍ફેર અંતર્ગત બાલમંદિર શરૂ કરવામાં આવેલ છે.
  •  પો.હેડ કવા. ખાતે જિમખાની સુવિધા લોક સહાયથી ચાલુ કરવામાં આવેલ છે.
  •  પો.હેડ કવા. ખાતે નવરાત્રી પર્વનું સુંદર આયોજન કરી ગરબા હરીફાઈ રાખવામાં આવેલ.
  •  શરદ પૂનમના દિવસે પરેડ ગ્રાઉન્ડ ઉપર પોલીસ અધિકારી/કર્મચારીઓના ફેમિલી તથા બાળકો તેમ જ કચ્છ શહેરની શાળાઓના વિઘાર્થીઓ સાથે ગરબા હરીફાઈ રાખી વિજેતાઓને ઈનામ વિતરણ તથા તેઓનું સન્માન કરી શરદ પર્વ ની ઉજવણી કરવામાં આવેલ.
  •