હું શોધું છું

હોમ  |

પેટ્રોલ પંપ માટેના વાંધા પ્રમાણપત્ર મેળવવા
Rating :  Star Star Star Star Star   

પેટ્રોલ પંપ માટેના વાંધા પ્રમાણપત્ર મેળવવા

 

પેટ્રોલિયમ એક્ટ/રૂલ્સ હેઠળ સ્‍ટોરેજ લાઇસન્‍સ તથા ના વાંધા પ્રમાણપત્ર આપવા અંગે

(૧)  સત્તાધિકારીશ્રી : જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

(ર)  સ્‍ટોરેજ લાઇસન્‍સ આપવા અંગે (કેલેન્ડર વર્ષ માટે આપી શકાય)

(ક) લાઇસન્‍સનો હેતુ

શેડ્યૂલ ૧ ના

અરજી ફોર્મ નં.

લાઇસન્‍સ ફોર્મ નં.

લાઇસન્‍સ ફી

રિન્યૂઅલ ફી

ડુપ્લિકેટ ફી

૧. પેટ્રોલિયમ ક્લાસ-એ (પેટ્રોલ વગેરે) ૩૦૦ લિટર અને સંગ્રહ કરવા માટે

૧૦

કેલેન્ડર વર્ષ કે તેના ભાગ માટે રૂ. ર૦/-

ર૦

ર૦

ર. રપ,૦૦૦ લિટર સુધી પેટ્રોલિયમ ક્લાસ-બી (કેરોસીન-ડીઝલ વગેરે)ના ટેન્ક સિવાય અથવા ૧૦૦૦ લિટર સુધી કેપેસિટીવાળા વાસણ/પાત્રમાં સંગ્રહ અને આયાત કરવા માટે

૧૧

કેલેન્ડર વર્ષ કે તેના ભાગ માટે પ્રતિ ૧૦૦૦ લિટર કે તેના ભાગ માટે રૂ.  ૩/-

લાઇસન્‍સ ફી જેટલી

ર૦

અરજદારશ્રીએ રજૂ કરવાના કાગળો

  • નમૂના-૮માં ૦.૬પ પૈસાની કોર્ટ ફી ચોડેલી અરજી.
  • સંબંધિત પ્રિમાઇસીઝ અંગેના મંજૂર થયેલ પ્લાન (૭ નકલમાં).
  • જમીન માલિકી અંગેના પુરાવા જેવા કે ગમ. નં. ૭/૧ર, પ્રોપર્ટી કાર્ડ વગેરે.
  • જમીનની બિનખેતીની પરવાનગીના હુકમ તથા પ્લાનની પ્રમાણિત નકલ.

નોંધ : - નીચે જણાવેલા કિસ્સાઓમાં લાઇસન્‍સ લેવું જરૂરી નથી

  • પેટ્રોલિયમ ક્લાસ-બી એક જગ્યાએ કુલ રપ૦૦ લિટર સુધી (પ૦૦ ગેલન) અને ૧૦૦૦ કેપેસિટીવાળા વાસણ- પાત્રમાં હોય તો.
  • પેટ્રોલિયમ ક્લાસ-સી (એલ. ડી. ઓ. વગેરે) એક જગ્યાએ કુલ ૪પ,૦૦૦ લિટર સુધી કબજામાં હોય - ૪ હેઠળના નિયમો અનુસાર સ્ટોર અથવા ટ્રાન્સપોર્ટ કરે તો.
  • પેટ્રોલિયમ ક્લાસ-એ ૩૦ લિટર સુધી આયાત વહન, સ્ટોક કરવા.
  • વાહન/એન્જિનમાં ઉપયોગ માટે રાખેલ.
  • રેલવે ઓથોરિટી દ્વારા થતા વહન વગેરે માટે લાઇસન્‍સ જરૂરી નથી.

(૩) સ્‍ટોરેજ લાઇસન્‍સ રિન્યૂ કરવા અગર લાઇસન્‍સના સુધારા કરવા અંગે.

(ક) નમૂના-૮માં ૦.૬પ પૈસા કોર્ટ ફી ચોડેલ અરજી.

(ખ) મંજૂર કરેલ પ્લાન તથા અસલ લાઇસન્‍સ.

(ગ) રિન્યૂઅલ ફી ભર્યાનું અસલ ચલન-સુધારા માટે ફી ભર્યાનું અસલ ચલન (રૂ.ર૦/- + મૂળ ફી)

(ઘ) રિન્યૂ અરજી ક્યારે કરવી? ઉક્ત વિગતો (ક)થી (ગ)ની વિગતો ૩૦ દિવસ, ત્યાર પછી મુદ્દત પૂરી થયા બાદ ૩૦ દિવસની અંદર અરજી કરાય તો ડબલ ફી સાથે અરજી કરી શકાશે.

(૪) લાઇસન્‍સમાં દર્શાવેલ પ્રિમાઈસીઝ બદલવા સ્ક્રુટિની ફી રૂ. ૧૦ ભર્યાના ચલન સાથે નમૂના-૮માં અરજી મંજૂર થયેલ પ્લાન અને નવા પ્રિમાઇસીઝના પ્લાન સહિત અરજી કરવી.

(પ) સ્‍ટોરેજ લાઇસન્‍સ અન્ય વ્યક્તિને તબદીલી કરવા જે તે તબદીલ કરવાનું હોય તેની ફોર્મ નં. ૮માં અરજી, તબદીલ કરનારની સાદી અરજી, અસલ લાઇસન્‍સ પ્લાન અને ફી રૂ. ર૦/- ભર્યાની ચલન સાથે અરજી કરવી. લાઇસન્‍સદાર ગુજરી જાય કે અશક્ત બને તો વારસને તબદીલ કરવા રૂ.પ/- ફી ભરવી.

(૬) ચલનથી ફી ભરવાનું દર - ૦૮પર ઇન્ડસ્ટ્રીઝ - એ જનરલ અધર રિસીપ્ટ.

(૭) સ્‍ટોરેજ લાઇસન્‍સ અન્ય સત્તાધિકારી પાસેથી મેળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ-૮ અરજી ફકરા-રના ખંડ (ખ) મુજબની વિગતો સાથે કરવાની હોય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 21-09-2016