|
સરકારશ્રી
દ્વારા સનેઃર૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવી રહયું છે. વર્ષ
દરમિયાન રાજયમાં ઐતિહાસિક, પ્રવાસકીય અને પરંપરાગત મહત્વ ધરાવતા વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ અને તહેવારોની આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ-વિદેશથી યાત્રીઓ/પ્રવાસીઓને રાજયની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ
ઊભું કરવાનું ભગીરથ આયોજન થઈ રહયું છે. આ પાછળનો ઉદ્દેશ રાજયના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ
મૂકી, વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજયના ખૂણેખૂણામાં રોજગારીની તકો વધારી હસ્તકળા,
કુટીર ઉદ્યોગો અને પ્રવાસન ઉદ્યોગ
વગેરેને પ્રોત્સાહિત કરવાનો છે. આ સમગ્ર આયોજનમાં યાત્રિકો/ પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનો અહેસાસ થાય અને રાજયના કોઈપણ ખૂણે યાત્રી/ પ્રવાસીને ટેક્સિ ચાલક, રિક્ષા ચાલક,
ફેરિયા, હોટલ માલિક અને પ્રવાસન ઉદ્યોગ સંલગ્ન દલાલો,
ભિખારીખો કે અસામાજિક તત્વો
દ્વારા કોઈપણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને મદદરૂપ થાય તે માટે હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર
તેમ જ ખાસ તાલીમ પામેલ "ટૂરિઝમ પોલીસ" ની પણ પોલીસ વિભાગ મારફત વ્યવસ્થા કરવામાં આવનાર છે.
ટુરિઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત, સુખદાયક અને આનંદજનક બની રહે તે માટે કાર્યરત રહેશે. |
|
|