|
પોલીસ ખાતામાં આધુનિકતા જળવાઈ રહે અને કર્મચારીઓ સતર્કતાથી કામ કરી શકે અને ગુનાખોરી માટે અસરકાર પગલાં લઈ શકે હેતુથી જુદા જુદા કોર્સ જેવા કે, ઈન્ડેકશન કોર્સ, ગુનાની તપાસ અંગેનો કોમ્પ્યુટર તાલીમ, કમાન્ડો કોર્સ, રોપ કલાઈબિંગ કોર્સ, ફોટોગ્રાફી અંગેનો કોર્સ, ઘોડેસ્વાર અંગેની તાલીમ સ્પેશિયલ ઓપરેશન, Basic It Awareness & P.C. Troubleshootingના ત્રણ કોર્ષ, Network & E-Securityના બે કોર્ષ, Cyber forensics & Cyber Crimeના ત્રણ કોર્ષ, Office Automation & Color Potrait Building System, મરીન કમાન્ડો કોર્ષ, બેઝીક તાલીમ તથા રીફ્રેશર કોર્સની કર્મચારીઓને તાલીમ આપવામાં આવેલ છે આ ઉપરાંત કર્મયોગી મહાભિયાન વી-ગર્વન્સ તાલીમ કોર્સમાં કર્મચારીઓને તાલીમ આપવામાં આવેલ છે.
હથિયાર તાલીમ (વેપન્સ હેન્ડલીંગ)
પોલીસ હેડ કવા. ભુજ ખાતે AK-47,LMG, કાર્બાઇન, પિસ્તલ,રાઇફલ,ઇન્સાસ વિગેરે ખોલવા અને જોડવા વિગેરેની વેપન્સ હેન્ડલીંગની અઘિકારી / કમર્ચારીઓએ તાલીમ મેળવેલ છે.
કમાન્ડો ઓપરેશન (બિલ્ડીંગ ઇન્ટરવેશન)
સુપરવિઝન અઘિકારીશ્રી સાથે અઘિકારી / કમર્ચારીઓએ બે આંતકવાદીઓ એક બાળકનું અપહરણ કરી, ચોકકસ મકાનમાં ઘુસેલ છે તે બાબતમીના આઘારે આંતકવાદીઓની ગતિવીઘી સબંઘમાં બ્રીફીંગ કરી તેમના હથિયાર અને દારુગોળા વિગેરે ની માહિતી મેળવી તેઓને પકડવા બ્રીફીંગ કરી, ચાર પાર્ટી બનાવી જેમા સ્નીફર પાર્ટી,કવરીંગ પાર્ટી,રીઝર્વ પાર્ટી તથા એસોલ્ટ પાર્ટી ના અઘિકારી / જવાનોને કયારે, કયા સમયે,શું શું કામગીરી કરવાની છે તેની વિગતો સાથે સાથે આંતકવાદીઓ ના કબ્જામાંથી બાળકને ૫ણ બચાવવાનું ઓ૫રેશન હાથ ઘરવામાં આવેલ છે.બાદ એક નકશામાં આંતકવાદીઓ છુપાયા છે તે મકાન તથા આજુબાજુના વિસ્તારનું સવિસ્તાર વિશલેશણ કરેલ. સબંઘિત પાર્ટીઓ પાસેના હથિયારો ચેક કરાવેલ. સબંઘિત પાર્ટીઓ પાસે AK-47, રાઇફલ,બુલેટપ્રુફ જેકેટ,વોકીટોકી સેલ, હેલ્મેટ,રસ્સી,ફસ્ટ ઓઇડ બોક્ષ,અમ્બ્યુલેન્સની વ્યવસ્થા, વિગેરેની વિગતો રજૂ કરી બાદ સરસામાન ચેક કરી, તમામના ઘડિયાલના સમય એક સાથે મીલાવવામાં આવેલ. બાદ ઓ૫રેશન શરૂ કરવામાં આવેલ. જે ઓ૫રેશનનું નિરીક્ષણ કરવામાં આવેલ. ઇન્સ્ટ્કટરે ૫કડેલ આંતકવાદીઓ તથા હથિયારો સબંઘમાં આવી રીપોર્ટ કરેલ. આમ ઓ૫રેશન ખરેખર સારૂ રહેલ.આંતકવાદીઅો ઉ૫ર ઓસોલ્ટ ઓ વીરીતે કરવામાં આવેલ કે જેથી એક છોકરાની જાન બચાવી શકાય. જે ખેરખર ખુબ સારી કામગીરી ગણાય.
|