હું શોધું છું

હોમ  |

મ્યુઝીક બેન્ડ
Rating :  Star Star Star Star Star   

કચ્છ પોલીસ બેન્ડએ રાજયના શ્રેષ્ઠ પોલીસ બેન્ડ પૈકી એક છે. પરેડ, કસરતો, રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક પ્રસંગો, લગ્ન, શાળા-કોલેજના મહોત્સવો અને રમત ગમતનું આયોજન અનુરૂપ શ્રેષ્ઠ ધૂનો રજૂ કરવાનું કૌશલ્ય ધરાવતું આ પોલીસ બેન્ડ ફરજમાં રોકાયેલ ન હોય તો આમ જનતા માટે ભાડાથી ઉપલબ્ધ થઈ શકે છે.

કચ્છ પોલીસ બેન્ડના મહેકમ ડ્રેસ અને ઉપલબ્ધ વાદ્યોની વિગત નીચે મુજબ છે.

 

બેન્ડ મેજર

હે.કો.

પો.કો.

બ્યુગ્‍લ

મંજૂર મહેકમ

૧૩

હાજર મહેકમ

૧૩

 

ડ્રેસ - વી.વી.આઈ.પી. ગરમ લાલ ડ્રેસ

માત્ર પરેડ અને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે લાલ મરૂન ડ્રેસ, નેવી બ્‍લૂ ડ્રેસ

 

બેન્ડ વિભાગમાંથી નીચેની સેવાઓ મળી શકશે

 

 

પ્રથમ કલાકના ચાર્જ
( ડ્રેસ ચાર્જ સાથે )

માર્ચિંગ ચાર્જ

વધારાના કલાકના ચાર્જ

૧. પોલીસ બેન્ડ ભૂજ શહેર બહાર

૮,૦૦૦

-

૮,૦૦૦

(ર) ભૂજ શહેરમાં

૮,૫૦૦

-

૮,૫૦૦

(૩) ભૂજ શહેરમાં વાહન ભાડું રૂ. પ૦/-

ભૂજ શહેર બહાર પ્રતિ કિ.મી. રૂ. ૪ લેખે.

 

  • બેન્ડ એક કલાકથી ઓછા સમય માટે રાખવામાં આવે તો પણ લધુતમ ચાર્જ તરીકે એક કલાકનો ચાર્જ ગણવામાં આવશે.

  • પોલીસ બેન્ડની માંગણીઓ પૈકી ગુજરાત રાજયમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવશે. ત્યાર બાદ અન્યની માગણીઓ અંગે વિચારણા કરવામાં આવશે. પરંતુ પ્રથમથી જ બેન્ડ એન્ગેઈઝ થઈ ગયેલ હશે તો આ નિયમથી પ્રેફરન્સમાં કોઈ ફેરફાર થઈ શકશે નહી. તે કેન્સલ કરી શકશે નહી.

  • ગુજરાત રાજય પોલીસ ખાતામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને બેન્ડનો પ૦ % ચાર્જ ભરવાનો રહેશે.

  • મોટર ભાડાનો કિ.મી. પ્રમાણે થતો ચાર્જ કે ભૂજ ટાઉનનો નકકી કરેલ દર "૦૦પપ પોલીસ" સદર હેઠળ જમા કરવાની રહેશે.

  • અનિવાર્ય સંજોગોમાં બેન્ડ ભાડે આપવાનો થયેલ હુકમ કોઈપણ નોટિસ વગર ગમે તે સમયે રદ કરવાનો હકક પોલીસ વડા કચ્છ-ભૂજને અબાધિત રહેશે. જે અંગે અરજદારનો કોઈ હકક દાવો ચાલશે નહી.

  • એક વખત બેન્ડ માટે ઓર્ડર લીધા પછી અરજદાર તરફથી તે રદ કરવા અંગે દિન-૭ પહેલાં કોઈપણ સચોટ કારણો સાથે આ કચેરીએ જાણ કરવાની રહેશે અન્યથા બેન્ડ પેટે જમા કરાવેલ રકમ જપ્ત કરી બેન્ડ ફંડ ખાતે જમા કરવામાં આવશે.

  • પોલીસ બેન્ડ ક. ર૩-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન ભાડે આપી શકશે નહી.

  • સરકારશ્રીના આદેશ મુજબ પ્રવાસન વર્ષ દરમિયાન અગત્યના ફરવાના સ્થળો, મેળાવડા, ધાર્મિક સ્થળો વિગેરે જગ્યાએ રજાના દિવસે કે આ સ્થળે ભીડના દિવસે લોકોના મનોરંજન માટે તેમ જ પોલીસની જનમાનસ ઉપર મૈત્રીપૂર્ણ પ્રતિભાવ ઉપસાવવા માટે ચાર્જ લીધા વિના પોલીસ બેન્ડ વગાડવામાં આવશે. આ માટે સૂચન હોય તો અરજી નમૂનામાં પોલીસ અધીક્ષકશ્રીના ઘ્યાને મૂકી શકો છો.

  • બેન્ડની ગુણવત્તા જોવા માટે અરજદાર સોમવાર અને શુક્રવારની પરેડમાં આર.એસ.આઈ.ની મંજૂરી સાથે નિદર્શન જોઈ શકશે.

  • પોલીસ બેન્ડ મોકલવાનું સરનામું

  • હેડ કવાર્ટર્સ ભૂજ પોલીસ બેન્ડના સ્થળનું અંતર  (અંદાજીત કિ.મી.)

  • બેન્ડ માંગવાનું કારણ

 

અરજદારે પ્રસંગથી ઓછોમાં ઓછો ૪૮ કલાક પૂર્વ અરજી નમૂના મુજબ કરી પોલીસ અધીક્ષકશ્રી, કચ્છ-ભૂજ મંજૂર મેળવી કચેરીમાં બેન્ડ ભાડાની વાહન ચાર્જ સાથેની પૂરી રકમ જમા કરવવાની રહેશે. - બીફલેટ, કલેરોનેટ, બીફલેટ ટ્રમપિટ, બીબીકોરનેટ, ટ્રમ્બોન, ઈફોમિર્યન, બેરિટોન, સેકસોફોન, સાઈડડ્રમ, બેઈઝડ્રમ, સિમ્બોલ, સરકલ બેઝ સોફ્રાનોસેકશોફોન, આલ્ટ્રો સેકસોફોન.

 

અરજદારે બેન્ડની માંગણી માટે કરવાની રહેતી અરજીનો નમૂનો

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 12-12-2017