|
જિલ્લામાં ટ્રાફિક શાખાઓ
કચ્છ જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે (૧) જિલ્લા ટ્રાફિક શાખા (ર) હાઈવે
પેટ્રોલિંગ (૩) ભૂજ શહેર, ગાંધીધામ શહેર ટ્રાફિક શાખાઓ કાર્યરત છે. જે જિલ્લામાં
ટ્રાફિક નિયમનની કામગીરી બજાવે છે..
કામગીરીની વિગત
-
મોટર વાહન કાયદા અને નિયમો અન્વયે પોલીસ સત્તાના આધારે નિયમન કાર્યવાહી કરવી. આવા નિયમનમાં જાહેરનામાનો ભંગ
કરતાં વાહનો સામે ઈપીકો ક.૧૮૮ મુજબ તેમજ મોટર વાહન કાયદાનો ભંગ કરતાં વાહનો સામે કાયદા અનુસાર સંજ્ઞા લઈ આર.ટી.ઓ. એન.સી., વાહન ડીટેઈનની કામગીરી વિગેરે કાયદેસર કાર્યવાહી કરવી.
-
મહાનુભાવોની જિલ્લાની મુલાકાત વખતે તેઓના ગાઈડ કાર / એસ્કોર્ટ કાર/ પાઇલોટ કાર તરીકેની ફરજ કંટ્રોલ રૂમના આદેશ મુજબ બજાવવાની કામગીરી.
-
જિલ્લામાં વાહનોનું ટ્રાફિક નિયમન સરળતાથી ચાલે તેવા પગલાં લેવડાવવાં.
-
જિલ્લામાં બનેલા રોડ અકસ્માતના ગંભીર બનાવોની જાત મુલાકાત લઈ આવા અકસ્માતો બનતા અટકે અને બનેલ અકસ્માતોમાં ત્વરીત કાયદેસરના પગલાં લેવાય તેવા તમામ પગલાં લેવા / લેવડાવવાની કાર્યવાહી કરવી.
-
કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રાલયના વખતો વખતના આદેશોના અમલીકરણ માટેના તંત્રના ભાગ રૂપે જિલ્લામાં લોક
જાગૃતિના કાર્યક્રમો યોજવા.
-
રેગ્યુલર પોલીસ ફરજના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જાળવવા નાઈટ
પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગની કામગીરી કરવી.
-
જિલ્લામાં ટ્રાફિક નિયમન અને સંચાલનમાં લોક સહયોગ અને લોકભાગીદારી વધારવાની પ્રવળતિઓ માટે
ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કનો નિયમન અને બાળકોને ટ્રાફિક અંગેનું શિક્ષણ, જિલ્લામાં
ટ્રાફિક વોર્ડન સ્કીમ બનાવી લોકોનો ટ્રાફિક નિયમનમાં સહયોગ લેવો, શહેરી વિસ્તારોમાં રોડ શેફટી પેટ્રોલની સ્કીમ કાર્યરત કરવાની કામગીરી કરવી.
-
જિલ્લાના લોકોમાં ટ્રાફિક નિયમોનું જ્ઞાન વધારવાના કાર્યક્રમો કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી સંસ્થાનો સહયોગ મેળવી કાર્યવાહીઓ કરવી.
હાઈવે પેટ્રોલિંગ
કામગીરીની વિગત - આ જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે નં. ૮એ, તથા ૧પ રોડ ઉપર
પેટ્રોલિંગ કરે છે. તથા ટ્રાફિક નિયમનની કામગીરી બજાવે છે. તથા હાઈવે પર થતા અકસ્માત દરમ્યાન તાત્કાલીક પહોચી જઈ ઈજાગ્રસ્તોને દવાખાને લઈ જવાની તથા ટ્રાફિક
કલિયર કરવાની ફરજો બજાવે છે.
ભૂજ શહેર ટ્રાફિક શાખા
કામગીરીની વિગત - ભૂજ શહેર માં ટ્રાફિકની સમસ્યા
દૂર કરવા માટે આ શાખાની રચના કરવામાં આવેલ છે.અને ટ્રાફિક માટે સ્પેશ્યલ સ્ટાફની નિમણુક કરવામાં આવેલ છે. જે
ભૂજ શહેરમાં જરુર જણાય ત્યાં ટ્રાફિક પોઈન્ટ મૂકી ટ્રાફિક નિયમનની કામગીરી કરે છે. તથા શહેરી વિસ્તારમાં
પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ શાખામાં પો.સ.ઈ., એ.એસ.આઈ./હે.કો અને પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે.
|
|
|