|
(૪) કામગીરીના માપદંડ
કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો
૧ વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નકકી કરેલ ધોરણોની વિગતો આપો.
- કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે -
- દરેક પો.સ્ટે.વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે ફેરણીનો કાર્યક્રમ
- લોક દરબાર
- શાંતિ સમિતિની મીટીંગ
- કોમી બનાવોમાં ઉચ્ચ અધિકારી દ્રારા મોનીટરીંગ
- ગુપ્તચર વિભાગ દ્રારા અગાઉથી માહીતી મેળવી કોમી બનાવો અટકાવવા અંગેનો કાર્યક્રમ તેમજ આવા બનાવો બને ત્યારે અગોતરી બનાવેલ સ્કીમ મુજબ કાર્ય કરવાની પઘ્ધતિ
- ગુન્હા અટકાવવા અંગે -
- કાયદાકીય રીતે નિર્મિત જરૂરી અટકાયતી પગલાઓનો કાર્યક્રમ અને તેનું મોનીટરીંગ
- વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે એમ.ઓ.બી. દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ
- મિલકત વિરૂઘ્ધના તથા ગંભીર પ્રકારના સંવેદનશીલ ગુનાઓ શોધી કાઢવા તથા તપાસ કરવા અંગે જિલ્લા સ્તરે એલ.સી.બી.દ્રારા હાથ ધરવામાં આવતી કાર્યપઘ્ધતિ
- નાઈટ રાઉન્ડ તથા કોમ્બીંગ નાઈટ રાઉન્ડની કાર્યપઘ્ધતિ
- જેલ વિઝીટ
- ગુન્હાની તપાસ -
- ગુન્હાઓની તપાસ ઝડપી અને તટસ્થરીતે સમય મર્યાદામાં થાય તે માટે માસિક મોનીટરીંગની કાર્યપઘ્ધતિ
- ગંભીર પ્રકારના ગુન્હાઓમાં વિભાગી પોલીસ અધિકારી દ્રારા સીધુ માર્ગદર્શનની કાર્યપઘ્ધતિ
- દરેક નાના-મોટા બનાવો અંગે મોર્નિંગ રીપોર્ટ, સ્ટેશન ડાયરી રીપોર્ટ, કેસ ડાયરી રીપોર્ટ અને વીકલી ડાયરી રીપોર્ટ ઉપર ઉપરી અધિકારી દ્રારા લેવામાં આવતા ચેક દ્રારા નિયમીત મોનીટરીંગ
|
|