હું શોધું છું

હોમ  |

અધિકારીઓની સત્તા અને ફરજો
Rating :  Star Star Star Star Star   

અધિકારીઓની સત્તા અને ફરજો

(૧) હોદ્દો :- પોલીસ અધિક્ષક સત્તાઓ :- વહીવટી

૧. મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૧૬ મુજબ : ઈન્સ્પેકટર જનરલના હુકમોને આધીન રહીને કમિશનરે અને ઈન્સ્પેકટર જનરલ અને જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમોને આધીન રહીને જિલ્લા સુપ્રીટેન્ડેન્ટે પોત પોતાના અખત્યારની હદમાં રહીને હથિયાર સંબંધી, કવાયત સંબંધી, કસરત સંબંધી, સભ્યો ઉપર તથા બનતા બનાવો ઉપર નજર રાખવા સંબંધી, પરસ્પર સબંધ સંબંધી , ફરજોની વહેંચણી સંબંધી, કાયદાના તથા હુકમના તથા કામ ચલાવવાની રીતના અઘ્યયન સંબંધી, સર્વ બાબતો વિષે અને વહીવટી વિગતો સંબંધી અથવા તેના હાથ હેઠળના પોલીસ દળે પોતાની ફરજો સંબંધી સઘળી બાબતો અંગે હુકમ કરીને નિયમન કરવું. તથા ૧૭ મુજબ (૧) જિલ્લાના જીલ્લા સુપ્રીટેન્ડેન્ટે અને પોલીસ દળ, જિલ્લા મેજીસ્ટ્રેટના નિયંત્રણ હેઠળ રહેશે. (ર)એવુ નિયંત્રણ કરતી વખતે, જિલ્લા મેજીસ્ટ્રેટે આ અર્થે રાજય સરકાર કરે તેવા નિયમો અને હુકમો અનુસાર વર્તવું. ર. ગુજરાત રાજય સિવીલ સર્વિસ નિયમો – ર૦૦ર થી મળેલ સત્તાઓ ૩. ગુજરાત પોલીસ નિયમો ભાગ-૧, ર અને ૩ થી મળતી તમામ સત્તાઓ. 

 નાણાંકીય :- 

૧. ગુજરાત નાણાંકીય સત્તા સોંપણી નિયમો - ૧૯૯૮ ના નિયમ-૧૦મુજબની (૧) વહીવટી વિભાગ તેના તાબાના કોઈપણ રાજયપત્રિત અધિકારીને વહીવટી તેમજ નાણાંકીય તમામ હેતુઓ માટે કચેરીના વડા તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે.(ર) ખાતાના વડા તેના તાબાના કોઈપણ રાજયપત્રિત અધિકારીને, આ નિયમોના હેતુ માટે કચેરીના વડા તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. પરંતુ શરત એ રહેશે કે એક જ કચેરી અથવા મહેકમની બાબતમાં એક કરતા વધુ રાજય પત્રિત અધિકારીને કચેરીના વડા જાહેર કરાશે નહી. નોંધ: આ નિયમ આમે જ કરવામાં આવ્યો તે પહેલાં કચેરીના વડા તરીકે જાહેર કરાયેલ રાજયપત્રિત અધિકારી અન્યથા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આ નિયમોના હેતુ માટે કચેરીના વડા તરીકે ચાલુ રહેશે.

ર. ગુજરાત પોલીસ મેન્યુલ ભાગ-ર ના નિયમો મુજબ

૩. ગુજરાત નાણાં સત્તા સોંપણીના નિયમો-૧૯પ૯ ના નિયમ-૧૦પાના નં. પ નું પરિશિષ્ટ મુજબ 
અન્ય :- ૧. બીજા અન્ય પોલીસ કાયદાઓથી મળતી તમામ સત્તાઓ

 ફરજો :-

૧. મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪ મુજબ દરેક પોલીસ અધિકારીને નીચેનું કરવાની ફરજ છે

(ક) યોગ્ય અધિકારીએ જે દરેક સમન્સ, વોરન્ટ અથવા બીજો હુકમ કાયદેસર રીતે પોતાને મોકલ્યો હોય તે પણ તેણે તરત બજાવવો, બજાવવું અથવા માનવો અને પોતાના ઉપરી અધિકારીના કાયદેસર હુકમનો અમલ કરવા સર્વ પ્રકારનાં કાયદેસર પગલાં લેવાં.

(ખ) પોતે બને તો પ્રયત્ન કરીને પોલીસ અધિકારીના ગુના થવા વિશે અથવા તેના ગુના કરવાના ઈરાદા વિશે બાતમી મેળવવી તથા ગુનેગારોને સજા કરાવવા માટે અથવા પોલીસ અધિકારીના ગુના અને પોતાના દેખતા થતા પોલીસ અધિકાર બહારના ગુના થતા અટકાવવા માટે ઉત્તમ ગણી શકાય તથા કાયદા અને પોતાના ઉપરી અધિકારીઓએ કરેલા હુકમ સાથે સુસંગત હોય એવી બાતમી આપવી તથા એવા બીજા ઉપાય લેવા. 

(ગ) તે બનતો પ્રયત્ન કરીને લોકોપરાકર કૃત્ય થતા અટકાવવાં

(ઘ) જે વ્યકિતઓને પકડવાનો પોતાને કાયદાની રૂએ અધિકાર હોય અને જેમને માટે પકડવાનું પુરતુ કારણ હોય તે સર્વને ગેરવાજબી ઢીલ વગર પકડવાં.

(ચ) બીજો કોઈ પોલીસ અધિકારી તેનું કામ કરતી વખતે પોતાને બોલાવે અથવા તેવે વખતે તેને મદદની જરૂર પડે, ત્યારે તે મદદ માગનારા અધિકારીને કાયદેસર અને વાજબી મદદ કરવી.

(છ) તે સમયે અમલમાં હોય તેવા કોઈપણ કાયદાની રૂએ પોતાને કરવાનાં કામ કરવાં.

મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬પ મુજબ

(૧) રાજય સરકાર અથવા કાયદેસર રીતે અધિકૃત કરેલી વ્યકિતએ કરેલા નિયમો તથા તે હુકમોને અનુસરીને પ્રત્યેક પોલીસ અધિકારીને કલમ-૬૪ માં ઉલ્લેખ કરેલા કોઈપણ કારણ સારૂ લોકોને હરવા ફરવાની કોઈ જગ્યા પીઠા તરીકે અથવા કેફી પદાર્થો વેચવાની દુકાન તરીકે અથવા હલકી તથા લફંગી વ્યકિતઓના અડડા તરીકે વપરાય છે એમ માનવાનું પોતાને કારણ હોય, તે જગામાં વોરંટ વગર દાખલ થઈને તપાસ કરવાની સત્તા છે.

(ર) કોઈ રસ્તા અથવા લોકોને આવવા જવાની જગામાં કોઈ વ્યકિતના કબજામાં કોઈ વસ્તુ હોય અથવા હોવાનું દેખાય અને તે ચોરેલી મિલકત છે એવો કોઈ પોલીસ અધિકારીને શુઘ્ધ બુઘ્ધિથી વહેમ આવે ત્યારે એવો પોલીસ અધિકારી એવી વસ્તુ સારૂ ઝડતી લઈ શકશે અને તે તપાસી શકશે તથા તે કયાંથી આવી તે બદલ જવાબ આપવાને હુકમ કરી શકશે અને જેના કબજામાં તે હોય તે વ્યકિતએ આપેલો જવાબ ખુલ્લી રીતે ખોટો અથવા શંકાજનક હોય તો એવી વસ્તુ કબજે રાખીને કોઈ મેજીસ્ટ્રેટને સદરહું બીનાનો રીપોર્ટ કરી શકશે અને તે ઉપરથી તે મેજીસ્ટ્રેટ ફોજદારી કાર્યરીત અધિનિયમ ૧૮૯૮ની કલમ-પર૩ અને પરપ પ્રમાણે અથવા અમલમાં હોય એવા બીજા કોઈ કાયદા પ્રમાણે કામ ચલાવાશે.

મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૬ મુજબ

(ક) રસ્તામાંથી અશકત અથવા નિરાધાર વ્યકિતઓને પોતાથી બને તેટલી દરેક જાતની મદદ આપવી, તથા કેફ ચેલી જે વ્યકિતઓ તથા ગાંડી વ્યકિતઓ નહી તહી રખડતી હોઈને ભયકારક અથવા પોતાની સંભાળ લેવાને અશકત દેખાતી હોય તેમને પોતાના તાબામાં લેવી.

(ખ) પકડેલી અથવા પહેરામાં રાખેલી કોઈ વ્યકિત જખમી અથવા બીમાર હોય તેને માટે જરૂરી મદદ મેળવવા તરત ઉપાય લેવા તથા એવી વ્યકિત ઉપર ચોકી રાખતી વખતે અથવા તેને લઈ જતી વખતે તેની સ્થિતિ તરફ યોગ્ય લક્ષ આપવું.

(ગ) પકડેલી અથવા પહેરામાં રાખેલી પ્રત્યેક વ્યકિતને જોઈએ એટલો ખોરાક તથા આશ્રમ આપવાનો બંદ્દોબસ્ત કરવો.

(ધ) ઝડતી લેતી વખતે નાહક બેઅદમી કરવી નહી અથવા બિનજરૂરી ત્રાસ આપવો નહી.

(ચ) સ્ત્રીઓ તથા બાળકોની સાથે કામ લેતી વખતે બરાબર મર્યાદા જાળવવી તથા વાસ્તવિક સભ્યતા દાખવવી.

(છ) આગથી કોઈપણ નુકશાન અથવા હાનિ ન થવા દેવા માટે પોતાથી બનતા ઉપાય લેવા.

(જ) લોકોને કોઈપણ અકસ્માત અથવા જોખમ થતુ અટકાવવા પોતાનાથી બનતા ઉપાયલેવા.

મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૭ મુજબ

(ક) રસ્તામાં રાહદારીનું નિયમન કરીને તે ઉપર નિયંત્રણ રાખવું, રસ્તાની અંદર કોઈપણ અડચણ થવા ન દેવી તથા પોતાથી બને તેટલો પ્રયત્ન કરીને રસ્તામાં અથવા તેની નજીક લોકોને પાળવા સારૂ આ અધિનિયમ મુજબ અથવા અમલમાં હોય એવા બીજા કોઈપણ કાયદા મુજબ જ કોઈપણ નિયમ અથવા હુકમ કરવામાં આવ્યો હોય તેનું થવા ન દેવું.

(ખ) રસ્તામાં તથા લોકોને નાહવાની, ધોવાની તથા ઉતરવાની જગા, મેળા, દેવમંદિર તથા લોકોને આવવા જવાની બીજી સધળી જગાએ તથા તેની અંદર તેમજ લોકો પૂજા પ્રાર્થના કરતા હોય ત્યારે પ્રાર્થનાની સાર્વજનિક જગાની આસપાસ બંદ્દોબસ્ત રાખવો.

(ગ) લોકોને નાહવાની, ધોવાની, તથા ઉતરવાની જગામાં લોકોની આવજાનું નિયમન કરવું. સદરહું જગામાં તથા સાર્વજનીક તરમાં ધણી ભીડ થવા ન દેવી તથા પોતાથી બને તેટલો પ્રયત્ન કરીને આવી કોઈ જગા અથવા તર ઉપર લોકોને પાળવા સારૂ કાયદેસર રીતે કરેલા કોઈપણ નિયમ અથવા હુકમનું ઉલ્લંધન થવા ન દેવું.

ર. ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-રપ મુજબ

(૧) ખાસ કરીને પોતાના ડી.એસ.પી.ઓને જરૂરી સુચન અને માર્ગદર્શન આપતા રહેવું

(ર) પોતાના તાબા નીચેના દળને યોગ્ય રીતે તાલીમબઘ્ધ કાર્યક્ષમ અને શિસ્તબઘ્ધ રાખવા માટે સતત નિરીક્ષણ યોજવું.

(૩) પોતાના જિલ્લાનો કાયદ્દો અને વ્યવસ્થા બરાબર જળવાય અને ગુનાઓ શોધી કડક તપાસ કરી અટકાવવા તે જોવું. પરસ્પર એખલાસ જાળવવી, ઉત્સાહ અને પ્રોત્સાહન આપવું, નિષ્ક્રિયતા દૂર કરવી અને સર્વ જરૂરીયાતો સંતોષવી અને સંપર્ક જાળવવો.

(૪) પોતાના વિસ્તારમાં પ્રવાસ ખેડી નિયમીત અને પઘ્ધતિસર રીતે પોલીસ સ્ટેશન અનેઆઉટ પોલીસ સ્ટેશનનું વાષિર્ક નિરીક્ષણ યોજવું.

(પ) અવાર નવાર ઓચિંતી મુલાકાત યોજવી.

(૬) ખાસ કરીને તો ગુનાઓ અંગે છુટક રીતે ન વિચારતા એકંદરે સમગ્રપણે વિચારવું અનેજયાં જરૂર હોય ત્યાં વારંવાર અને ખાસ મુલાકાતો યોજવી, યોગ્ય અને ખાસ ઉપાયો યોજવા.

(૭) ડી.આઈ.જી.સાથે ગુપ્ત રીતે સંપર્ક માં રહી અને તેનાં નિરીક્ષણ તપાસી વિ.સર્વકામગીરીમાં તેને વિશ્વાસ પુર્વક મુશ્કેલીઓ સર્વ મદદ અને માર્ગદર્શન આપવા.

(૮) માંદા પોલીસોની અઠવાડીએ એકાદવાર ઈસ્પીતાલમાં નિયમિત રીતે મુલાકાત યોજવી-આ રીતે તાબાના કર્મચારીઓની લાગણી કે વિશ્વાસ જીતી શકે જે તેની ફરજબજાવવામાં ખુબ ઉપયોગી નિવડે છે.

(૯) રેલ્વેના ચાર્જમાં રહેલ પોલીસ સુપ્રીટેન્ડેન્ટે જનરલ મેનેજરની સર્વ સુચનાઓને આધિન રહેવું જોઈએ. જો અને જયારે જરૂરી જણાય ત્યાં તે આઈ.જી.પી.ને રજુઆત કરી શકે.શકાય હોય ત્યાં સુધી તેણે વિભાગીય કે જિલ્લા રેલ્વે અધિકારીઓની સુચના અને માંગણીઓને પુર્ણ કરવા પ્રયત્ન કરવો પણ જો અયોગ્ય લાગે તો જનરલ મેનેજર સમક્ષ રજુઆત કરવી.

૩. અન્ય પોલીસ કાયદાઓથી દર્શાવાયેલી ફરજો.

(ર) હોદ્દો : નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાટર
સત્તાઓ : વહીવટી - નીલ
નાણાંકીય- નીલ
અન્ય - મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ થી મળતી

ફરજો :(૧) મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી 
ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને (ર) પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩૧ મુજબ (૧) તે પોલીસ સુપ્રીટેન્ડેંન્ટના કાર્યાલયના કાર્યો સુપ્રીટેન્ડેંન્ટ, એસ.ડી.પી.ઓ.ની સેવાઓ ગંભીર પ્રકારના ગુનાઓની વિઝીટેશન માટે લેવામાં આવતી હોય તેઓની તથા ડી.એસ.પી.નીગેરહાજરી, દરમ્યાન જી.પી. ઓફીસનું, હેડ કવાટર ટાઉનના પોલીસ હેડ કવાર્ટસની કામગીરી બરાબર જોવાની તેની ફરજ છે. આ માટે ઇન્સ્પેક્ટર દરજજાના અધિકારી જ આ હોદ્દા પર નિમાશે. 
(ર) સાધારણ રીતે બે વર્ષ માટે નિમણુંક ભોગવશે. (૩) ડી.એસ.પી. ની ટપાલ સંભાળવી તેમજ ખોલવી. (૪) ઓફીસના પત્ર વ્યવહાર અને હીસાબી શાખાની દેખરેખ રાખવી. (પ) પરચુરણ કામનો નિકાલ કરવો. (૬) ડી.એસ.પી.અને એસ.ડી.પી.ઓ.ની ગેરહાજરીમાં આઉટ પોલીસ સ્ટેશન તથા પોલીસ હેડ કવાર્ટર સની કામગીરીની દેખરેખ રાખવી. (૭) જો ટાઉન પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટરના ચાર્જ માં હોય તો ડી.એસ.પી. અને એસ.ડી.પી.ઓ.ની ગેર હાજરીમાં કોન્ટ્રાકટરો તરફથી આવેલ માલની કમીટી ભરવી. (૮) ઉપરી ગેઝેટેડ અધિકારીઓને ત્યાં સુધી સહેલાઈથી જઈ શકાય તેવી જગ્યાએ બનેલ ગંભીર ગુનાઓની પ્રાથમીક મુલાકાત લેવી. (૯) હીસાબી કાગળો ખાસ કરીને ટી.એ.બીલ ચેક કરવાને દરેક વાઉચર જિલ્લા પોલીસ અધિકારીના અંગત આસિસ્ટન્ટ તરીકે સહીઓ કરવી અનેઈ(૧૦) જિલ્લા તિજોરી ખાતે પોલીસ સુપ્રીટેન્ડેન્ટ દ્વારા ખોલાયેલ હીસાબ ચાલુ રખાવવા.

(૩) હોદ્દો : નાયબ પોલીસ અધિક્ષક (વિભાગ) 
સત્તાઓ : વહીવટી - નીલ
નાણાંકીય- નીલ
અન્ય - મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ થી મળતી
ફરજો :(૧) મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

(ર) પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-ર૭ મુજબ

 (૧) એ એ.એસ.પી. અને ડી.વાય.એસ.પી. જે સબ ડીવીઝનના ચાર્જમાં હોય ત્યાંના ગુના પુરતી તેની જવાબદારી છે. આ માટે શકય ત્યાં ગુનાઓનો સ્થાનની નિયમીત વીઝીટ કરવી. 

(ર) ડી.એસ.પી.ની સુચના મુજબ સબ ડીવી.માં શિસ્ત અને કાર્યક્ષમતા જળવાય તે જોવું. 
(૩) તાબાના પોલીસ સ્ટેશનનો તથા આઉટ પોસ્ટોનું એકવાર નિયમસર અને પઘ્ધતિસર વાષિર્ક નિરીક્ષણ કરવું. 
(૪) પોતાના વિસ્તારમાં ભાડુતી વાહનો તે વિસ્ફોટક શસ્ત્રો દારૂગોળાની દૂકાનોનું નિરીક્ષણ કરવું. વળી મસ્કેટીક તાલીમ લેવા, વિ. અઠવાડીયામાં એક વખત બીમાર કર્મચારીઓની મુલાકાત લેવી અને આ કક્ષાના અધિકારી માટે જરૂરી યોગ્ય સર્વ ફરજો બજાવવી.

(૪) હોદ્દો : સર્કલ પોલીસ ઈન્સ્પેકટર સત્તાઓ : વહીવટી - નીલ નાણાંકીય- નીલ અન્ય - નીલ 
ફરજો :(૧) મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪, ૬પ,૬૬, ૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાંરહીને (ર) પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-ર૯ મુજબ 
(અ) ગુના પકડવા અને ગુનેગારો પ્રતિની આવડત ધરાવનારને લીધે આ હોદ્દો મેળવનારને સર્કલમાંના ગુના અને ગુનાહીત ટોળીઓને હલ કરવા માટે તેની શકિત સેવાઓને કામે લગાડાય. પોતાના સર્કલમાં ગુના અટકાવવાને પકડવાની કામગીરીનું સંકલન કરે છે.આ હેતુની સિઘ્ધી અંગે અમે જુદા જુદા પોલીસ સ્ટેશનની અને આઉટ પોસ્ટોની વારંવાર મુલાકાત લેવી તથા કર્મચારી યોગ્ય કામગીરી બજાવે સવેર્લાન્સ રજીસ્ટર બરાબર જળવાય ગુનેગારો તેમનો રહેણાંક રહેણીક કરણી વિ.થી પોલીસ સુપરીચીત છે અને ગુનાઓની બરાબર નોંધ લેવાય છે અને તપાસ થાય છે કે કેમ તે જોવાની જવાબદારી 
(બ) ખૂન, લુંટ, હાઈવે રોબરી ટોળી કે ધંધાદારી ગુનેગારો દ્વારા થવાની શકયતાઓ વાળા ગંભીર ગુનાઓના મૃત્યુ નિપજાવનાર મોટર અકસ્માતની રૂબરૂ તપાસમાં હાજરીઆપવી અને સબ ઇન્સ્પેક્ટર અને તેના સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સુચના આપવી. 
(ક) આ પઘ્ધતિના ચુસ્ત અમલને વળખી રહેવું આવશ્યક નથી બલકે પોલસ સુપ્રીટેન્ડેંન્ટની સુચનાને આધીન રહે છે. ગ્રા.પો.નો સંપર્ક જાળવવો ને જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલીંગયોગ્ય રીતે કરાય છે કે કેમ તે જોવુ અને ગુના પકડવા અને અટકાવવામાં મદદરૂપમાહીતી યોગ્યરીતે સંપાદિત કરાય છે. તે જોવુ ઝડપે વાહન વ્યવહાર અને સુધરેલ સંપર્ક પઘ્ધતિ આજના યુગમાં ગુના અટકાવવા અને શોધીક કાવામાં જરૂરી પુરાણા પઘ્ધતિઓ બહુ કામની નથી બલકે ચાંપતી નજર અને તકેદારી સફળતા માટે મદદરૂપ થશે. માટે તાબાના કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી. 
(ગ) પાડોસી પોલીસ સ્ટેશન સાથે સાથ સહકાર મેળવવો.

(પ) હોદ્દો : (પોલીસ સબ ઈન્સ્પેકટર/ પોલીસ ઈન્સ્પેકટર) થાણા ઈન્ચાર્જ સત્તાઓ : વહીવટી - નીલ નાણાંકીય- નીલ અન્ય - નીલ 
ફરજો :(૧) મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દર્શાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને (ર) પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩૩ મુજબ 
(૧) ગુનાઓ શોધવા અને અટકાવવા બાબતમાં તેનું સ્થાન અને મહત્વ કરોડરજજું રૂપ છે. ઉપરી અધિકારીઓનાં હુકમો અને અમલ, પોલીસમાં શિસ્તની જાળવણી, ફરજ પરનીદરેક પોલીસની હાજરી કાર્યક્ષમતા જાળવવી તેની ફરજ છે. 
(ર) જાહેર સુલેહ શાંતી ભંગને નિભાવવા જરૂરી પગલાં તથા સલાહ સુચન યોજવા માટે તેપડોસી પોલીસ સ્ટેશનના સહકારમાં જરૂરી પગલાં લેશે. 
(૩) સુપ્રીટેન્ડેંન્ટ કે એસ.ડી.પી.ઓ.ના માગદશન નીચે તાબાના સર્વ પોલીસનું વખતો વખત નિરીક્ષણ કરવુ, ગેરશિસ્ત, ગેરવતણુંક કે બેકાળજી ઘ્યાન પર લાવવાનું કાય પણતેનું છે. પોતાના હસ્તકના સર્વ પોલીસ સ્ટેશનની કાયક્ષમતાની જાળવણી માટે તેમજવ્યવસ્થા અંગે સુપ્રીટેન્ડેંન્ટ કે એસ.ડી.ઓ.ને જાણ કરશે.

(૪) પોતાના હસ્તકના આઉટ પોસ્ટોની દર માસે એક વખત નિરીક્ષણ કરી માગદર્શન આપવું. 
(પ) પોતાના પોલીસ સ્ટેશન નીચેના ગામડાઓની મુલાકાત લેવી, પોલીસ વીઝીટ બુકતપાસવી, હાજરી પત્રક જોવા અને નિયમ-૭૬ મુજબ ગુનાઓ સબંધી નોંધપોથીઓ ચકાસવી.

(૬) પોતાના વિસ્તાર અને આસપાસના લોકો અને બનાવ અંગે સંપૂર્ણ જાણકારી મેળવીખાસ કરીને ખરાબ અને શંકાસ્પદ વ્યકિતઓ અંગે સંપૂર્ણ વિગતો સ્થાનીક કક્ષાએ મેળવવી.

(૭) રેલ્વે સબ ઈન્સ્પેકટરને પણ જિલ્લા પોલીસમાં બજાવવાની ફરજો જ બજાવવાની હોયછે. રેલ્વે અને ડીસ્ટ્રીકટ પોલીસ વચ્ચે પરસ્પર સહાય મંગાય ત્યારે સહાય આપી અને સુમેળ જાળવવો.

(૮) હોદ્દો : પોલીસ સબ ઈન્સ્પેકટર સત્તાઓ : વહીવટી - નીલ નાણાંકીય- નીલ અન્ય - નીલ 
ફરજો : (૧) મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬, ૬૭માં દશાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને (ર) પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩પ મુજબ સેકન્ડ પી.એસ.આઈ.ની. ફરજો 
(૧) તેની સેવાઓ ગુનાઓને બીનકુદરતી મૃત્યુની તપાસ, કવાયત અને નિરીક્ષણ માટેલેવાય છે પ્રથમ તેને સરળ ગુનાઓ અને બીનકુદરતી મૃત્યુની તપાસ સોપી પુરતી અને યોગ્ય તાલીમ બાદ વધારે કઠીન કિસ્સાઓની તપાસ સોપવી. 
(ર) પોલીસ શાળામાંના બીનઅનુભવી તાલીમીઓને તાલીમ અને સહાય અને માગદશન માટે અનુભવી સબ ઇન્સ્પેક્ટરની સેવાઓની ઉપયોગ કરવો. (૩) તેને અનુભવ મળે અને બીન મહત્વની તદન રૂટીન કામગીરીમાંથી સબ ઇન્સ્પેક્ટર મુકત રહે તેમ અને અગત્યના કિસ્સાઓમાં સહાયરૂપ બને તેમ અને તેની કામગીરી સોપવી. 

(૭) હોદ્દો : હેડ કોન્સ્ટેબલ સત્તાઓ : વહીવટી - નીલ નાણાંકીય- નીલ અન્ય - નીલ 
ફરજો :

(૧) મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭ માં દશાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

(ર) પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩૬ મુજબ

(અ) સબ ઇન્સ્પેક્ટર અને સર્વ ઉપરી અધિકારીની આજ્ઞાનો અમલ કરવો પોતાને આધીન વિસ્તાર અને તેના કર્મચારીઓ પાસે આજ્ઞાનો અમલ કરવો. (બ) પોતાના સબ ઇન્સ્પેક્ટરને જાણ કરવી તેમજ આજ્ઞાઓની રાહ જોયા વિના ગુનાઓની શોધઅને તપાસની જરૂરી કાયવાહી આરંભી દેવી. (ક) ગુનાઓ અટકાવવા તથા કાયદ્દો તથા વ્યવસ્થા જાળવવા ઉપરી અધિકારીઓના હુકમનો અમલ કરવો. (ડ) એકાએક કે શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં કે તેની ગેરહાજરીમાં સબ ઇન્સ્પેક્ટર કે બીજા ઉચ્ચ અધિકારીની આજ્ઞા મેળવ્યા વિના મડદાને બાળતા દાટતા વિ. કરતા અટકાવશે. 

(ઈ) ચોકકસ પોસ્ટ કે ગામડાઓનાં બીટનાં હવાલામાં હોય ત્યારે ગ્રામ્ય પોલીસના વડાઓ સાથે બધી પોલીસ બાબતોમાં સહકારથી વતશે. (ડ) પોતાની નીચે કર્મચારી અને ગ્રામ્ય પોલીસની ફરજની બેદરકારી અંગે તે ઉપરી અધિકારીઓનું ઘ્યાન દ્દોરશે 
(ફ) સબ ઇન્સ્પેક્ટર ના સહાયકો તરીકે તેને ડ્રીલમાં લેવામાં તાબાઓની જગ્યાઓનાં નિરીક્ષણ અને કર્મચારી ઓને સલાહ સુચનામાં સહાય કરશે બેદરકારી કે પ્રશંસાપાત્ર કામગીરી અંગે સબ ઇન્સ્પેક્ટરને ખ્યાલ આપશે. 

(૮) હોદ્દો : પોલીસ કોન્સ્ટેબલ
સત્તાઓ : વહીવટી - નીલ
નાણાંકીય- નીલ
અન્ય – નીલ

ફરજો : (૧) મુંબઈ પોલીસ અધિનિયમ ૧૯પ૧ ના પ્રકરણ-૬ ની કલમ-૬૪,૬પ,૬૬,૬૭માં દશાવાયેલી ફરજો પોલીસ અધિક્ષકના તાબામાં રહીને

(ર) પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના પ્રકરણ-ર ના નિયમ-૩૮ મુજબ

(૧) ઉપરી અધિકારીઓ સોપે તે ફરજો બજાવવી. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુના શોધવા અને અટકાવવા સમન્સ વોરંટની બજવણી, નાકા ડયુટી અને પોતાના રક્ષણ નીચે કેદીઓને લાવવો, લઈ જવા કે નાણાંની હેરફેર વખતે કે, જાહેર કે ખાનગી મિલકત જે તેનાં હવાલે હોય તેની ચોકીદારીની તેમજ બીપી એકટ-૧૮પ૧ ના ૧ર મુજબ પ્રાપ્ત થયેલ સત્તાઓ અને ફરજો બજાવવાની રહે. 

(ર) કોઈ ગુનો બને ત્યારે વોરંટ વિના ધરપકડ કરાય તો વિલેજ પોલીસ અથવા રેલ્વે અધિકારીઓના સાથ સહકારથી હુકમની રાહ જોયા વિના પણ તાત્કાલીક લેખીત રીતે ઉપરી અધિકારીને કામગીરીની જાણ કરવી.

(૩) આગ કે ભયના અન્ય પ્રસંગોએ પ્રજાની સલામતી માટે સહાય કરવાની તેમજ પોતાની સત્તામાંના સાવચેતીના દરેક પગલાં યોજવા. 

(૪) સાધારણ રીતે ખાસ સ્પષ્ટ સુચનાઓ વિના ગામડાઓની માહીતી પ્રાપ્ત કરવામાં તેનું કાય વેડફવું નહી.

(પ) રેલ્વે પોલીસ કોન્સ્ટેબલની ટીકીટ તપાસણીએ કાયદેસરની ફરજ નથી. માત્ર વ્યવસ્થા જાળવવી. ગુના શોધવા અને વ્યકિત અને મિલકતની રક્ષા કરવાની ફરજ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, વડોદરા ગ્રામ્યના સિવિલીયન સ્ટાફની ફરજોની હકીકત દર્શાવતું પત્રક

 

ક્રમ

હોદ્દો

શાખા / ટેબલ ની કામગીરીની વિગત

કચેરી અધિક્ષક

તમામ શાખાનું સુપરવિઝન - ઉપાડ અધિકારી તરીકેની કામગીરી

પી.એ.

અંગત મદદનીશની કામગીરી

પત્રવ્યવહાર શાખા

મુખ્ય કારકુન

પત્ર વ્યવહાર શાખા તમામ ટેબલોની કામગીરીનું સુપરવિઝન શાખાના તમામ કોર્ટ કેસ, વાષિર્ક વહીવટી અહેવાલ મીટીંગો

સીબી - ૧

(સીની. કલાર્ક)

૧. રહેણાંક - બિનરહેણાંકના આવાસો માટે જમીન સંપાદન કરવા દરખાસ્ત કરવી, તમામ પ્રકારની મીટીંગ જેવી કે કાયદ્દો અને વ્યવસ્થા, સંકલન સમિતી, દાદ ફરીયાદ વિગેર. ર. માઈનોર વર્કસ મેજર વર્કસની કામગીરી. ૩. નવા પોલીસ સ્ટેશન- આઉટ પોસ્ટો શરૂ કરવાની દરખાસ્તો કરવી. ૪. પોલીસ દળની પુન: રચનાની દરખાસ્તો તથા ગુનામાં વધારો થતા પોલીસ દળનો વધારો કરવાનું કાર્ય. પ. માસીક / ત્રિમાસીક ભુજ સ્થિત સરકારી મકાનોની ફાળવણીને લગતી.ખબમ.ળો.ળ

સીબી-ર

(સીનીયર કલાર્ક)

૧.  પોલીસ સબ ઇન્સ્પેક્ટર/ કલારીકલ સ્ટાફ/વર્ગ-૪નાં સ્ટાફના મહેકમને લગતી તમામ કામગીરી જેવી કે હકક ર/સીક ર/ જોઇનીંગ ટાઈમ/ ઈન્ક્રીમેન્ટ/ સજા તથા ઈનામની નોંધો/ લીવ સરંડરર. એલ.ટી.સી.ની કામગીરી ર. કન્ફરમેશન ( વર્ગ-૪ ) રોસ્ટર રજ્સ્ટર/ઈન્ક્રીમેન્ટ રજ્સ્ટર તથા મહેકમના માસિક/ ત્રિમાસિક પત્રકો તૈયાર કરવાની કામગીરી તેમજ સ્થાનિક બદલીઓ વિગેરે. ૩. અધિકારીઓના પ્રતિનિયુકિત, ટ્રેનીંગમાં મોકલવા વિગેરેની કામગીરી, તમામ પ્રકારની તાલીમ જેવી કે કોમ્પ્યુટર તાલીમ, સી.ડી.ટી.એસ., નાકોર્ટીકસ વિગેરે. ૪. રહેમરાહે નોકરીમાં દાખલ કરવાની, વર્ગ-૩ તથા વર્ગ-૪ના ( કોન્સ્ટેબ્યુલરી સિવાય) ઉમેદવારોની દરખાસ્તો મોકલવાની પ. હાલમાં કુલ ૧ર રેડીયો મીકેનિક હેડ વાયરલેસ ઓપરેટરોને પો.સ.ઈ. તરીકે ગણી તેની કામગીરી શીટ બ્રાન્ચમાંથી ટ્રાન્સફર થયેલ છે તે. ૬. અધિકારીઓ, સીવીલીયન સ્ટાફના નોમીનલ રોલને લગતી કામગીરી તથા ગ્રેડેશન લીસ્ટ તૈયાર કરવા. ૭. સીવીલીયન સ્ટાફ, વર્ગ-૪ના રોસ્ટરને લગતી કામગીરી. ૮. મહેકમને લગતા માસિક/ ત્રિમાસિક/ છમાસિક પત્રકો

સી.બી.-ર મદદનીશની જગ્યા

સી.બી. -ર ની મદદનીશની કામગીરી કરેલ છે.

સીબી-૩

સીનીયર કલાર્ક

૧. જિલ્લાનાં તમામ પોલીસ વાહનોની વહીવટી કામગીરી. ર. પેટ્રોલનાં બીલો પાસ કરવાની કામગીરી, રજા, નોંધવાની તેમજ ચકાસવાની કામગીરી. ૩. જુના વહાનો કંડમ કરવા દરખાસ્તો કરવાની કાર્યવાહી જાહેર હરાજી ની કામગીરી. ૪. નવા વાહનો મેળવવા દરખાસ્ત કરવી. પ. વાહનોના વીમા ઉતરાવવાની કામગીરી અકસ્માત વળતરના દાવાઓની કામગીરી. એમ.એ.સીટી કેસો તૈયાર કરવાની દરખાસ્તો.

સીબી - ૪

(જુનીયર કલાર્ક)

૧. તમામ પરચુરણ કામગીરી ઉપરાંત તથા પેમેન્ટ ઉપર પોલીસ ગાર્ડ મોકલવાની કામગીરી તેના બીલો બનાવવાની વસુલાત કરવાની કામગીરી ર. એલ. આઈ. બી માં બંદ્દોબસ્તની કાર્યવાહી વિગેરે, હોમગાર્ડ ફાયરીંગ બટ, વાહનો રીકવીઝીટના બીલોની કામગીરી પોલીસ રક્ષણ પેમેન્ટ ઉપર સ્પે. પાટીર્ મોકલાવી, રમત ગમતની કામગીરી, સરકારી ઉત્સવો, પોલીસ ઓફિસર મીની. સ્ટાફ ની કે રજા,સુરક્ષા સેતુ યોજના ને લગતી કામગીરી

સીબી - પ

(જુનીયર કલાર્ક)

૧. લાઈવસ્ટોક ને લગતી તમામ પ્રકારની કામગીરી જેવી કે ધોડા રાશનખરીદી ટેન્ડર બહાર પાડવા, બીલો મંજુર કરાવવા વિગેરે ધોડાઓને લગતો સેડલરીનો સામાન ખરીદ કરવો, ધોડાઓને લગતી દવા ખરીદ કરવી. ર. ઉંટ રાશન ખરીદી ટેન્ડરો બહાર પાડવા, બીલો પાસ કરવા, ઉંટ ને લગતી સામાન્ય ખરીદી કરવી, દવા ખરીદ કરવી વિગેરે. ૩. કુતરા રાશન ખરીદી દરમાસે ખીરીદ કરી બીલોનું ચુકવણું કરાવવાની કામગીરી તેમજ તેને લગતી દવાઓ ખરીદવી. ૪. ઉંટ, ધોડો અને કુતરા મરણ પામે ત્યારે નામ કમી કરાવવાની દરખાસ્તો કરવી. પ. ઉંટ, ધોડો અને કુતરા કંડમ કરવાની અને ખરીદ કરવાની કામગીરી. ૬. વાયરલેસનાં તમામ પકારની સાધાન સામગ્રી ખરીદી તેમજ નવા વાયરેલેસ સેેટો મેળવવાની કામગીરી અને બીલોનું ચુકવણું ૭. લૉંચો મરામતની કામગીરી, બીલોનું ચુકવણું, નવી બોટો લેવાની કામગીરી, બોટો ભાડે લેવાની કામગીરી તેમજ તેના બીલોનું ચુકવણુ અને ખર્ચની વિગત મોકલવાની કામગીરી. ૮. પોલીસ અધિકારી ઓનાં યુનીફોર્મ એલાઉન્સ મંજુર કરવાની કામગીરી. ૯. પોલીસ દવાખાના ને લગતી તમામ કામગીરી જેવી કે અંદાજપત્રક તૈયાર કરવું, માનદ વેતનના બીલો પાસ કરવા દવાના ઈન્ડેન્ટ મોકલવા. ૧0. પો. કર્મ/અધિકારી ઓના મકાનભાડા મંજુર કરવાની કામગીરી.

સીબી – પ

(જુનીયર કલાર્ક)

૧. તમામ પ્રકાર ના હથિયારી લાયસન્સનો પત્ર વ્યવહાર. ર. તમામ પ્રકારનાં સ્ફોટક પદાર્થોનો પત્રવ્યવહાર. ૩. કેદીઓના ફર્લા / પેરોલ ની કામગીરી. ૪. નવા ટેલીફોન મેળવવાની દરખાસ્તો કરવી તેમજ માસીક ટેલીફોન બીલો પાસ કરવા. પ. તમામ પ્રકાર ના મનોરંજન લાયસન્સ ની કામગીરી. ૬. નાગરીક અધિકાર પત્ર ને લગતી તમામ કામગીરી.

રજીસ્ટ્રી બ્રાન્ચ

હેડ કલાર્ક,

રજીસ્ટ્રી શાખા

રજીસ્ટ્રી બ્રાન્ચની તમામ ટેબલનું સુપરવિઝન અને દરરોજ બહારથી આવતી તમામ ટપાલ વંચાણે લઈ તમામ શાખાને વહેંચણી કરવાની કામગીરી, એ.ટી. ને લગતી તમામ કામગીરી.વર્કશીટ તારીજ.

રજીસ્ટ્રી શાખા

સીનીયર કલાર્ક

રજ્સ્ટ્રી બ્રાન્ચમાં રજ્સ્ટ્રાર તરીકેની કામગીરી, સ્ટેશનરી ફોર્મનાઈન્ડેન્ટ તૈયાર કરવા તેમજ પ્રેસ માંથી સ્ટેશનરી ફોર્મસ વિગેરે મેળવવા તેમજ દરેક પોલીસ સ્ટેશન માં ઇસ્યુ કરવાની કામગીરી, દરેક જાતની પરચુરણ ખરીદી, વર્ગ-૪ ના ગણવેશ મેળવવા ની કામગીરી, ઝેરોક્ષ,ફેકસ, કોમ્પ્યુટર,ભ.ખશ ઈન્ટરકોમ ડેડસ્ટોક ખરીદી આઈટમની જાળવણી તેમજ ફાળવણી,અને મેઈનટેનસ, લાયબ્રેરી તથા ડેડસ્ટોક આઈટમ ની ખરીદી, જાળવણી તેમજ ફાળવણી

આવક કારકુન

જુ. કા.

ટપાલો આવક કરવાની કામગીરી, રેકર્ડ ળિવણીની કામગીરી

જાવક કારકુન

જુ.કા.

ટપાલો બહાર મોકલવાની કામગીરી રેકર્ડ જાળવણી.

અરજી શાખા

જુનીયર કલાર્ક

તમામ પ્રકારની અરજ્ઓ પોલીસ વિરૂઘ્ધ, પબ્લીક અરજ્ઓ, ખાતાના વડા તરફથી આવતી અરજ્ઓ, સચિવાલય તરફથી આવતી અરજ્ઓ, ડી.આઈ.જ્ તરફથી આવતી અરજ્ઓ

હિસાબી શાખા

હેડ કલાર્ક,

હિશાબી શાખા

સુપરવિઝન, હિસાબી શાખા, એ.જ્. ઓડીટ, ખાસ મુ.પો.અધિકારીશ્રી સ.વિ.ની ઈન્સપેકશન નાૉટની પૂર્તતા, હે.કવા. તથા મેસની હિસાબી કામગીરીની ચકાસણી, હિસાબી શાખાના કોર્ટ કેસીસ, બજેટ બનાવવાની કામગીરી, ગ્રાન્ટ રજીસ્ટર તથા ખર્ચ ઉપર દેખરેખ.

કેશીયર સીનીયર કલાર્ક

કેશીયર તરીકેની કામગીરી તેમજ ખર્ચ પત્ર્રક તૈયાર કરવાની કામગીરી, આવકની માસીક કામગીરી તેમજ તેમના પત્રકો તેમજ પી.એલ.એ.ઓફ.એસ.પી.કચ્છ.

એબી-૧

જુનીયર કલાર્ક

હેડ કોન્સ. તમામના પગાર બીલ, સપ્લી બીલો, તમામ પ્રકારના હિેર ર વળતર બીલો. વેલ્ફર ફંડની તમામ પ્રકાર ની કામગીરી જેવી કે વહીવટી, હિસાબી, લોન ના ચુકવણા, વસુલાત, રજીસ્ટર જાળવણી, પોલીસ બેન્ડની તમામ વહીવટી,હિસાબી કામગીરી, પરચુરણ મરામતના કામો ના બીલોની ચુકવણી અને તેનું ખર્ચપત્રક. પગાર તથા જાહેરરજાના કલેઈમની પગારલેજરમાં નોધણી કરવાની કામગીરી.

એબી-ટીએ

તા. ૧૪/૦૯/૧૯૯ર થી તમામ પ્રકારની એડવાન્સને લગતી

 

જુ. કા.

કામગીરી રેલ્વે વોરંટ, એસ.ટી.વોરંટ, વર્ગ-૪ પગાર બીલ.વર્ગ-૪ના કર્મચારીઓના પગાર બીલ, તમામ પ્રકારના સપ્લી. બીલ, જાહેર રજા વળતર બીલ બનાવવા, પેલેજરની જાળવણી, લેજર જાળવવા,ખાતામાંથી નિવૃત થતા કર્મચારીને બચત ફાળો પરત કરવાના બીલો બનાવવાની કામગીરી. , ટી.એ.બીલ તથા ટી.ટી.એ. ના તમામ કામગીરી મર્જ કરીને આપેલ છે. બોર્ડરવિંગ- હોમગાર્ડઝ નાં પ્રવાસ ભથ્થાના બીલોને લગતી કામગીરી.

જી.પી.એફ.કલાર્ક, જુનીયર કલાર્ક

જ્. પી. ફંડના નવા ખાતા ખોલવા જ્.પી. એફ. ફાઈનલ, પાર્ટ ફાઈનલ એડ., અરજ્ઓ મંજુર કરવી, બીલો બનાવવા તે અંગેના લેઝરની જાળવણીને લગતું કામ, નિવૃત કર્મચારીના જુથ વીમા યોજના ની આખરી ચુકવણી અકસ્માત વીમા યોજના દરખાસ્ત, મંજુરી હુકમ મુજબ ચુકવણી.

એબી-ર જુ. કા.

મીનીસ્ટ્રીયલ સ્ટાફ, પો.સ.ઈ. વાયરલેસ સ્ટાફ, લૉંચ સ્ટાફ(વર્ગ-૩)ના પગાર બીલો તમામ પ્રકારના સપ્લી બીલો, પગાર લેજરમાં, પગાર, પુરવણી બીલોની નોંધ અને તેની જાળવણી.

એ.પી.સી.-યુ.પી.સી . પગાર બીલ જુ.કા.

એ.પી.સી.- યુ.પી.સી. ના પગાર, સપ્લીમેન્ટરી બીલો વિગેરેની કામગીરી, જાહેર રજા વળતર ના બીલો, પગાર લેજરમાં, પગાર પુરવણી બીલોનો નોંધણી અને જાળવણી.

કન્ટીજન્ટ શાખા,

સીનીયર કારકુન

અંશકાલીન સ.કા.ના વેજીસ બીલો, બોર્ડરવીંગ હોમગાર્ડઝ, હોમગાર્ડઝ ના વેજીસ બીલોની ચુકવણી, કેદી ખાધા ખોરાકી, વિદેશી નાગરીકો ના બીલો, સવિર્સ સ્ટેમ્પ મેળવવી, વહેંચણી, રીકવીઝીટ તમામ વાહનના બીલો, તમામ પ્રકારના કન્ટીજન્સી બીલો, વેજ્સ બીલો, કન્ટી. એબસ્ટ્રેક બીલો બનાવવા, એ. જ્. ને હિસાબો મોકલવા, રજ્સ્ટરોની જાળવણીની કામગીરી, મેડીકલ બીલ બનાવવા ની કામગીરી.

એબી-૪

પેન્શન કલાર્ક

જુ. કલાર્ક

પેન્શન કેસો તમામ પ્રકારના તૈયાર કરવા તથા તેને સંબંધકર્તા તમામ કામગીરી રાજય પત્રીત અધિકારી વર્ગ -૧ અને ર ના પગાર બીલ તમામ પ્રકારના સપ્લી . બીલ ની કામગીરી ,માસિક ત્રિમાસીક પત્રકો, સંકલન ના પત્રકો, પગાર લેજરમાં, પગાર, પુરવણી બીલની નોંધ તથા જાળવણી, ફેમીલી પેન્શનના જુના મળવાપાત્ર કેસો ની દરખાસ્ત.

શીટ શાખા

હેડ કલાર્ક શીટ શાખા

૧. શીટ શાખાની કામગીરી પર સુપરવિઝન ર. ઓડીટ ઓબ્જેકશન ૩. શીટ શાખાની ડી.આઈ.જ્. ઈન્સપેકશન નોંધની પુર્તતા ૪. સરકારશ્રી સાથેની નિતી વિષયક પત્રવ્યવહાર તથા દરખાસ્ત પ. શાખાના તમામ કોર્ટ કેસો.

એસબી-૧

સીનીયર કલાર્ક

કોન્સટેબ્યુલરી સ્ટાફની ૧. બદલી ર. બતી ૩. ડેપ્યુટેશન ૪. ખાતાકીય પરીક્ષાઓ પ. તાલીમ ૬. મેડલ ૭. કન્ફરમેશન ૮. ગ્રેડેશન લીસ્ટ. પત્રકો ૧. વેકેન્સી સ્ટેટમેન્ટ ર. સ્ટ્રેન્થ પત્રક તેમજ હેન્ડ રજીસ્ટર, ઓર્ડલીરૂમ અને રોસ્ટર રજીસ્ટર અમલીકરણ ની કામગીરી, એમ.ટી. સેકશન ના મહેકમ તાલીમ વગેરે ની કામગીરી, કોન્સ. સ્ટાફની બતી, બદલી, તાલીમ અંગેની સવિર્સ શીટોમાં નોંધણી કરવાની.

સીનીયર કલાર્ક,

એસ.બી. ડીપી.

ખાતાકીય તપાસને લગતી કામગીરી, કોર્ટ મેટર તથા દાવાઓને લગતી કામગીરી, તમામ એસ. સી.એન., આર.બી., એલ.સી.બી., એલ.આઈ.બી.ને લગતી (એસ.સી.એન.) સીધી કારણદર્શક નોટીસની કામગીરી

અંગ્રેજી ટાઈપીસ્ટ

મદદનીશ જુ.કા.

ડી.પી. ટેબલના સીનીયર કલાર્કને મદદરૂપ

એસ.બી. - ર અને

પ જુ. કા.

૧. ભરતી કોન્સ્ટે. સ્ટાફ ર. રીક્રુટ રોલ-સ્કુલ લીવીંગ સટીર્ફીકેટ વેરીફીકેશન ૩. નોકરી પત્રકો તૈયાર કરવા ૪. ડુપ્લીકેટ નોકરી પત્રકો આપવા પ. આંતર જિલ્લા બદલી કોન્સ્ટે. સ્ટાફ ૬. રાજ્નામા ૭. ડીસ્ચાર્જ ૮. ફરી નોકરી પર લેવા ૯. બકલ નંબરની ફાળવણી ૧૦. સેવા પોથીમાં નોંધો લેવી, જન્મ તારીખમાં સુધારો કરવા બાબત ૧૧. કોન્સ. સ્ટાફમાં મૃત કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી મળવા બાબતે દરખાસ્ત તૈયાર કરવી. ૧ર કોન્સ. સ્ટાફ -લોન્ચ સ્ટાફ - વાયરલેસ સ્ટાફ- પગીના ઈજાફા તથા લાયકી આડ ઈજાફા. - શિક્ષા સમય પુર્ણ થતા મુળ પગાર પાયરી પર મુકવા. - કોન્સ્ટે. પગીને નિવૃતિ અંગે. - કોન્સ્ટે. સ્ટાફની શીટ રીમાર્કસ ,તમામ કોન્સ. સ્ટાફની ઈજાફાની સવિર્સશીટો માં નોંધ કરવા ની કામગીરી.

એસબી-૩ જુ. કલાર્ક

૧. આર્મ્ડ તેમજ અનાર્મ્ડ કોન્સ્ટે. સ્ટાફની તમામ પ્રકારની રજાઓ ર. પગીની રજાઓ ૩. લીવ ટ્રાવેલ કોન્સ્ટે. ૪. મંજુર કરવામાં આવતી રજાઓ, એલ.ટી.સી. વિ. ની નોંધ સેવાપોથીમાં કરવી પ. લીવ રજા ૬. સીધી કારણદર્શક નોટીસ , ૭. લોન્ચ સ્ટાફ વાયરલેસ સ્ટાફની વિગત, લીવ એકાઉન્ટ તેમજ ગ્રા.ર. દળની વધારાની કામગીરી.

એસ.બી.-૬ જુ.કા.

૧. તમામ પ્રકારના હુકમો (ભાગ ૧ થી ૯) પ્રસિઘ્ધ કરવા ર. તમામ પ્રકારના હુકમોની નોંધ નોકરી પત્રકોમાં કરવી ૩. નાના પ્રકારના કસુરોમાં હુકમો પત્રવ્યવહાર ૪. ઓળખપત્ર પ. જ્. એસ. ટી. આપવી ૬. નોકરી પત્રકો હેરાફેરી કરવી-જાળવણી વ્યવસ્થા

એસબી-૪ જુ.કા.

લીવ એકાઉન્ટ અદ્યતન રાખવા તેમજ વર્ગ-૪ (પગી), હથિયારી કોન્સ. સ્ટાફની લીવ મંજુરી શીટમાં નોંધ કરવાની તથા વયનિવૃત અને સ્વૈચ્છિક નિવૃતી ની કામગીરી.

વિદેશી નોંધણી ટેબલ (પાસપોર્ટ ઓફીસ) સી.કા.

૧. વિદેશી નાગરીકોની નોંધણી ર. વિઝા વધારવાની અરજ્ સ્વીકારી તેની દરખાસ્તો સરકારશ્રીમાં કરવાની. ૩. નોંધણી થયેલ વિદેશીઓને ના. વાંધા પ્રમાણપત્ર આપવા અંગે. ૪. વિદેશી નોંધણી ટેબલના ઈન્ચાર્જ તરીકેની કામગીરી તથા તેમને મદદમાં આપેલ હેડકોન્સટેબલ/કોન્સટેબલ પાસેથી કામગીરી લેવી તેમજ તેમની કામગીરી ઉપર દેખરેખ રાખવી.

૧૦

જે.આઈ.સી,
જુ. કા.

જે.આઈ.સી.ની વહીવટી તેમજ તમામ પ્રકારની હિસાબી કામગીરી

૧૧

કેશીયર
સી. કલાર્ક

પોલીસ હેડ કવા. ના કેશીયર તરીકેની કામગીરી

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપઘ્ધતિ

૧ જુદા જુદા મુદાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપઘ્ધતિ અનુસરવામાં આવે છે? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમસંગ્રહ, અન્ય નિયમો/ વિનિમયો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય)

- સચિવાલય કચેરી સિવાયની કચેરી કાર્યપઘ્ધતિ

ર અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપઘ્ધતિ/ ઠરાવેલી કાર્યપઘ્ધતિઓ/ નિયત માપદંડો/ નિયમો કયા કયા છે? નિર્ણય લેવા માટે કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે ?

પોલીસ કાયદાઓથી બનેલા નિયમો

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૧,ર અને ૩ માં દર્શાવાયેલ નિયમો

૩ નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઈ વ્યવસ્થા છે ?

- મીડીયા દ્રારા તથા પત્રથી

૪ નિર્ણય લેવાની પ્રક્રીયામાં જેનાં મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયા છે ?

- એસ.પી./ ડી.વાય.એસ.પી./ પી.આઈ./ પી.એસ.આઈ.

પ નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ?

- એસ.પી. (જિલ્લા સ્તરે)

૬ જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્રારા નિર્ણય લેવામાં આવે છે તેની માહીતી અલગ રીતે નીચેના નમુનામાં આપો.

ક્રમ નંબર

-

 

જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય

-

 

માર્ગદર્શક સૂચન/ દિશાનિર્દેશ 
જો કોઈ હોય તો

-

 

અમલની પ્રક્રીયા

-

કારણદર્શક નોટીસ આપીને તથા ખાતાકીય થી

નિર્ણય લેવાની કાર્યવાહીમાં 
સંકળાયેલ અધિકારીઓનો હોદ્રો

-

પોલીસ અધિક્ષકશ્રી, ના.પો.અધિ.શ્રી, પો.ઈન્સ.
તથા પો.સબ ઈન્સ.

ઉપર જણાવેલ અધિકારોઓના 
સંપર્ક અંગેની માહીતી

-

કંટ્રોલ રૂમ દ્રારા

જો નિર્ણયથી સંતોષ ન હોય તો 
કયાં અને કેવી રીતે અપીલ કરવી?

-

(૧) પોલીસ અધિક્ષકશ્રીથી ઉતરતી કક્ષા ના 
અધિકારીના નિર્ણયથી અસંતોષ થયેથી

- પોલીસ અધિક્ષકશ્રીને અપીલ કરવી.

(ર) પોલીસ અધિક્ષકશ્રી થી અસંતોષ થયેથી

- રેન્જના વડાશ્રીને અપીલ કરવી.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 20-04-2020